રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

ગુરુવાર, ૧૯ જૂન, ૨૦૨૫

કિટ્ટી ઉત્સવની છઠ્ઠી પાર્ટી સહિયર ગ્રુપની થઈ

તા.11 જૂન બુધવારના બપોરે 4.15 કલાકે ગ્રાસ એન્ડ ગોસિપમાં સહિયર કિટ્ટી ગ્રુપની પાર્ટીમાં 20 મેમ્બર્સ હાજર રહ્યા હતા. આજે બ્લેક એન્ડ વાઈટ  થીમ હતી. 6 વર્ષથી ચાલતું આ ગ્રુપમાં કુલ્લ 22 મેમ્બર્સ છે. કચ્છી લોહાણા જ્ઞાતિના સચદે નૂખ ફેમિલીની કિટ્ટીથી ગ્રુપ સ્ટાર્ટ થયું. આજે એકબીજાના ફ્રેન્ડ્સ અને રિલેટિવ જોડાયા છે અને આમ મોટું ફ્રેન્ડલી ફેમિલી થઈ ગયું છે. મોટા ભાગે એક બીજાને ઘરે જ કિટ્ટી પાર્ટીનું આયોજન થાય છે. 40 થી 70 વયના મેમ્બર્સ છે. અલગ અલગ થીમ રાખે છે. નવરાત્રિ સ્પેશિયલ થીમ સાથે રાસગરબા થીમ રાખી હતી. આ આત્મીયતા સહિયર ગ્રુપની જાન છે એ કહીએ તો ખોટું નથી.
ગુર્જરમાત પ્રસ્તુત, ઈમપ્લસ સ્પોન્સર્ડ, પાવર્ડ બાય ઓસ્કાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિમિટેડ અને મેનેજડ બાય હિના ઠક્કર ગુર્જરમાત કિટ્ટી ઉત્સવના સંયોજક વર્ષા લોડાયા અને ધર્મિષ્ઠા સોનાઘેલા એ સૌને વિવિધ ગેમ્સ રમાડી હતી. સાથો સાથ કિટ્ટી ઉત્સવની જાણકારી આપી તેના ઉદેશથી અવગત કર્યા હતા. ગેમ્સ વિનર્સના ત્રણ વિજેતાને ગીફ્ટ વાઉચર તથા પાર્ટીસિપેન્ટ સૌને ઓસ્કાર ગ્રુપ તરફથી મહિલા ઉપયોગી ગીફ્ટ તથા ડિસ્કાઉન્ટ વાઉચર કૂપન અપાયા હતા. આનંદ મોજ માણતા માણતા બપોરે શરૂ થયેલ પાર્ટી સાંજે માંડ પૂરી થઈ હતી. નવા પ્રકારનો આનંદ માણી સૌ છૂટા પડ્યાં હતાં.