
સમાચાર
ગુરુવાર, ૧૯ જૂન, ૨૦૨૫
ઝેનિથ ગર્લ્સ કિટ્ટી ગ્રુપની બહેનોએ કિટ્ટી ઉત્સવમાં રંગત સાથે સંગત માણી
પી.કે.રોડ સ્થિત ઝેનિથ ટાવર્સ સોસાયટીની 40 થી 70 વર્ષની બહેનોએ 12 વર્ષ અગાઉથી શરૂ કરેલ ઝેનિથ ગર્લ્સ ગ્રુપ જેમાં સર્વે મેમ્બર બહેનો બધી બિલ્ડીંગની છે. સહુ સાથે મળીને આનંદ અને મોજ માણે. અવનવી ગેમ રમી અલક મલકની વાતો કરી અને ટાઈમ પાસ કરે આ ઉદેશ ગ્રુપનો છે. લગભગ ડિનર કિટ્ટી પાર્ટી કરે છે તો વર્ષે એકાદ વાર લંચ સાથે કિટ્ટી પાર્ટી કરે. અનુકુળ હોય ત્યારે વન ડે પિકનિક પર જઈ આઉટિંગની મોજ માણી આવે અને ફ્રેશ થઈ જાય. તો મોટા મંદિરોના દર્શન કરવા પણ જાય. આમ ભક્તિ પણ સાથે મળીને કરે.
ગુર્જરમાત પ્રેઝેન્ટ, ઈમપ્લસ સ્પોન્સર્ડ, પાવર્ડ બાય ઓસ્કર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિમિટેડ તથા હિના ઠક્કર મેનેજન્ડ ગુર્જરમાત કિટ્ટી ઉત્સવની 8મી કિટ્ટી પાર્ટી ઝેનિથ ગર્લ્સની તા.13 જૂન શુક્રવારના રાતે 9 કલાકે ફૂડ ટાઉન મુલુંડમાં થઈ હતી.
સંયોજક વર્ષા લોડાયા અને ધર્મિષ્ઠા સોનાઘેલાએ ગુર્જરમાત વતીથી કિટ્ટી ઉત્સવનો ઉદેશ સૌને જણાવ્યો હતો. ત્યારબાદ વિવિધ ગેમ્સ રમાડી હતી. જેનો આનંદ સૌએ ભરપૂર માણ્યો હતો. ગેમ્સ વિનર આશા મોનાણી, પ્રતિમા મડિયાર અને જાગૃતિ શાહને ગીફ્ટ અપાઈ હતી તથા હાજર રહેલ ગ્રુપની સૌ મેમ્બરને ઓસ્કાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી મહિલા ઉપયોગી ગીફ્ટ અપાઈ હતી. આમ હસીખુશી સાથે પાર્ટીની મોજ માણી સૌ છૂટા પડ્યાં હતાં.