સોમવાર, ૭ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૮ જૂન, ૨૦૨૫

મુલુંડ અને પંતનગર પોલીસે સંયુક્ત કારવાઈમાં 3 ચેઈનચોરોની ધરપકડ કરી

મુલુંડ પોલીસ અને પંતનગર પોલીસ દ્વારા ગુરૂવાર, તા. 12 જૂનના રોજ કરાયેલી એક સંયુક્ત કારવાઈમાં સોનાની ચેઈન સ્નેચિંગ કેસના સંબંધમાં ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કારવાઈ દરમ્યાન અધિકારીઓએ આરોપીઓ પાસેથી ચોરાયેલી બાઇક અને બે લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઈન પણ જપ્ત કરી હતી.
આ ગેંગ શહેરના વિવિધ ભાગોમાં ચોરાયેલા ટુ-વ્હીલરનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવતી હતી, જપ્ત કરાયેલી મોટરસાયકલમાંથી એકનો ઉપયોગ મુલુંડમાં તાજેતરમાં થયેલી ચેઇન-સ્નેચિંગની ઘટનામાં થયો હોવાની પુષ્ટિ થઈ હતી.
આ આરોપીઓ એક આંતરરાજ્ય ગેંગનો ભાગ હતા. જે શહેરમાં મોટરસાયકલ ચોરી કરવા, તેમની નંબર પ્લેટ બદલવા અને ચેઈન-સ્ટેચિંગ માટે તેનો ઉપયોગ કરવામાં સંડોવાયેલા હતા.મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ઘરપકડ કરાયેલા આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિનો ઇતિહાસ ધરાવે છે. તેમની સામે અગાઉ લૂંટ, છેતરિપંડી અને આર્મ્સ એક્ટ ઉલ્લંઘનના કુલ સાત કેસ નોંધાયેલા છે.