સોમવાર, ૨૫ ઑગસ્ટ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૧૩ ઑગસ્ટ, ૨૦૨૫

ભાજપા દ્વારા મંગળાગૌર સ્પર્ધાનું આયોજન થયું

ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ રાજ્યના ખજાનચી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી મિહિરભાઈ કોટેચા પ્રાયોજિત પરંપરા જાળવી રાખતી મંગળાગૌરી સ્પર્ધાનું આયોજન સતત ત્રીજા વર્ષે શુક્રવાર, તા. 8 ઓગસ્ટ, 2025 સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી મહારાષ્ટ સેવા સંઘ, પંડિત જવાહરલાલ નહેરૂ રોડ, અપના બજાર ઉપર, ઇન્દિરા નગર, મુલુંડ પશ્ર્ચિમ-400080 ખાતે કરવામાં આવ્યું હતું. લોક સંસ્કૃતિની પરંપરા જાળવી રાખતી સ્પર્ધા હવે મુંબઈના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે.
રોજિંદા ધસારામાંથી સમય કાઢીને મુંબઈવાસી બહેનોએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનો સ્ક્રીનીંગ રાઉન્ડ અને ઉદ્ઘાટન સમારોહ 8 ઓગસ્ટ, 2025 ના રોજ મુલુંડ ખાતે શરૂ થયો હતો. આ પ્રસંગે પૂર્વ નગરસેવિકા સમિતા કાંબળે, જિલ્લાના તમામ અગ્રણી પદાધિકારી, કાર્યકરો અને મહિલાઓ હાજર રહ્યા હતા.