ગુરુવાર, ૬ ઑગસ્ટ, ૨૦૨૬

સમાચાર

બુધ્વાર, ૫ નવેમ્બર, ૨૦૨૫

અર્હમ એનીમલ એમ્બુયલન્સનો મિહિર કોટેચાના હસ્તે શુભારંભ

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ મુલુંડ દ્વારા જીવદયા સેવારૂપે રવિવાર, તા.2 નવેમ્બર 2025 ના રોજ અર્હમ એનીમલ એમ્બ્યુલન્સનો શુભારંભ વિધાનસભ્ય મિહિર કોટેચાએ જૈન શાસનનો ધ્વજ ફરકાવી કર્યો હતો. આ પ્રસંગે વર્ધમાન સ્થાનકના પ્રમુખ દિલીપભાઈ રાંભિયા તેમજ અર્હમ યુવા ગ્રુપના કાર્યકરો હાજર રહ્યા હતા.
આજુબાજુ પરિસરમાં ક્યાંય પણ પશુ-પક્ષી ઈજાગ્રસ્ત કે બીમાર હોય તો હેલ્પલાઈન નં.7662005406 એનીમલ એમ્બ્યુલન્સ પર સંપર્ક કરવા વિનંતી. આ સેવા સવારે 10 થી સાંજે 7 સુધી મુલુંડ, નાહુર અને ભાંડુપના એરિયા માટે છે.