એસએમપી.આર શાળામાં શૈક્ષણિક વારી-અષાઢી એકાદશીની ઉજવણી થઈ
તા.5 જુલાઈને શનિવારે એસ.એમ.પી.આર. શાળામાં અષાઢી એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શિક્ષકો અને વાલીગણ ઉપસ્થિત હતા. તહેવારને અનુરૂપ વસ્ત્ર પરિધાન કરીને આવેલ વિદ્યાર્થીઓએ ઉજવણીની રોનક વધારી હતી. માતા સરસ્વતી અને શ્રી હરિ વિઠ્ઠલની આરતી ઉતારીને કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના વક્તવ્ય દ્વારા અષાઢી એકાદશીનું મહત્વ સમજાવ્યું હતું .શ્રીમતી સવિતાબેને એક કાવ્ય દ્વારા જણાવ્યું હતું કે શિક્ષક રોજ શાળામાં આવી શિક્ષણ કાર્ય કરે છે તે પણ વારી‘નો જ એક પ્રકાર છે. વિદ્યાર્થીઓએ એક લઘુ નાટક ‘વિઠ્ઠોબાચા દારી શિક્ષણાચી યાચના દ્વારા સ્ત્રી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રસંગ અનુસાર ગીત નૃત્ય સાદર કરી ભક્તિ પ્રવાહ વહાવ્યો...
શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન) અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુંબઈ-મુલુંડમાં પ્રથમ વખત શ્રી જગન્નાથ પ્રભુની રથયાત્રા
બીએમસીની આગામી ચૂંટણી તૈયારીઓ માટે ભાજપાના ઈશાન મુંબઈના પ્રભારી તરીકે મિહિર કોટેચા અને મનોજ કોટક