
મુલુંડ ઇસ્ટ વ્યાપારી એસોસિએશન (MEVA) દ્વારા નોટબૂક વિતરણ
મુલુંડ ઇસ્ટ વ્યાપારી એસોસિએશન(MEVA) અનેક પ્રકારના સામાજિક, શૈક્ષણિક, તબીબી સહિત અનેક ક્ષેત્રોમાં સેવાકાર્યો કરતું રહે છે. હવે જ્યારે નવા શૈક્ષણિક વર્ષ માટે શાળાઓ ખૂલી રહી છે ત્યારે MEVA દ્વારા તાજેતરમાં 300થી વધુ વિદ્યાર્થીઓને A/4 સાઈઝની નોટબૂકસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે MEVAની ટીમે ઉદારતાપૂર્વક દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો.
...




