જાત-પાત જોયા વિના દર્દીની પૂર્ણ સંભાળ રાખવી એ અમારું લક્ષ્ય છે
કોન્ફરન્સ નિમિત્તે મુલુંડ આવેલી નાગાલેન્ડની નર્સીસનો ગુર્જરમાત સાથે સંવાદ
મુલુંડ પશ્ર્ચિમ સ્થિત સેન્ટ પાયસ સોસાયટીમાં હાલ કેથોલિક નર્સીસ ગીલ્ડ ઓફ ઇન્ડિયાની કોન્ફરન્સ ચાલી રહી છે તેમાં ભાગ લેવા નાગાલેન્ડથી બે નર્સ મુલુંડ આવી છે. ગુર્જરમાતમાં ‘મારી ડાયરીના થોડા પાનાં’ કોલમના વિદ્વાન, બહુશ્રુત અને વિચારક એવા દામજીભાઈ ગડા થોડા સમય માટે તેમના યજમાન બન્યા હતા ત્યારે ગુર્જરમાતએ આ દૂર-સુદૂર ઉત્તર-પૂર્વથી આવેલી મહેમાનો સાથે સંવાદ સાધવાની તક ઝડપી લીધી હતી.
ત્સુસુ મેરી અને કેથરીન પુસા નામની સેવાભાવી નર્સીસએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે તેઓ કેથોલિક નર્સીસ ગીલ્ડ ઓફ ઇન્ડિયા નામની સંસ્થાની સભ્ય છે. આ સંસ્થાની ભારતભરની સભ્ય નર્સીસની એક કોન્ફરન્સ દર ચાર વર્ષે...
ગુજરાતી ફિલ્મ ‘મહારાણી’માં ભગવાન હનુમાનના અપમાનજનક ચિત્રણ વિરૂદ્ધ ગુજરાતી વિચાર મંચ દ્વારા ફરિયાદ