
હિટ એન્ડ રનના એક ઓર કિસ્સામાં મુલુંડના કચ્છી હોટેલ માલિકનું મૃત્યુ
મુલુંડ વેસ્ટમાં ભક્તિ માર્ગ પર સ્થિત બાલકૃષ્ણ અપાર્ટમેન્ટમાં રહેતા અને મુલુંડમાં રેકડી નામની હોટેલના 63 વર્ષના માલિક જિતેન્દ્ર સોનેતાનું થાણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર 23 માર્ચે થયેલા અકસ્માત બાદ મંગળવારે મોડી રાતે મૃત્યુ થયું હતું. આ મુદ્દે થાણેના રાબોડી પોલીસે ગઈ કાલે હિટ ઍન્ડ રન કેસની ફરિયાદ નોંધીને જિતેન્દ્રભાઈને અડફેટે લઈ નાસી જનાર કારની શોધખોળ શરૂ કરી છે. જિતેન્દ્રભાઈની ઓચિંતી વિદાય થતાં મુલુંડના કચ્છી લોહાણા સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
જિતેન્દ્રભા...