
જુલાઈના પ્રથમ પખવાડિયામાં મુલુંડમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો નોંધાયો
મુલુંડ સહિત મુંબઈમાં જુલાઈના પ્રથમ 15 દિવસમાં મચ્છરજન્ય બીમારીઓમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગયા વર્ષની તુલનાએ મેલેરિયાના કેસ બમણાં થઈ ગયા છે એવું મનપાના આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું. જૂનમાં મુંબઈમાં મેલેરિયાના 884 કેસ નોંધાયા હતા અને જુલાઈના પહેલા 15 દિવસમાં જ 633 કેસ નોંધાયા હતા. આ રીતે છ અઠવાડિયામાં - મેલેરિયાના કુલ 1517 કેસ અને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 3490 કેસ નોંધાયા છે. મનપા અધિકારીઓએ આ વધારા માટે સમયાંતરે વરસાદને જવાબદાર ગણાવ્યો હતો જેના કારણે મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ હતી. બોમ્બે હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ તેઓ એક અઠવાડિયામાં મેલેરિયાના 50થી 60 દર્દીઓ જોઈ રહ્યા...





