કચ્છી લોહાણા સમાજની પ્રથમ મોબાઈલએપ સમાજને સમર્પિત : મનોજ ભાઈલાલ કોટક
આ વર્ષની ચૈત્રી બીજના પૂર્વ સંધ્યાએ કચ્છી લોહાણા સમાજ માટે એક હરખના સમાચાર છે કે દેશ-વિદેશમાં ક્યાં પણ વસતા કચ્છી લોહાણા જ્ઞાતિજન કચ્છી લોહાણા મોબાઈલ એપના માધ્યમથી જોડાઈ શકશે અને વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. એ જ્યાં વસતો હોય રહે તો હોય ત્યાં જ્ઞાતિ મહાજન હોય કે ન હોય પણ સમગ્ર જ્ઞાતિ સાથે તે આ મોબાઈલ એપના માધ્યમથી વિશ્વ લોહાણા મહાજન સાથે સંલગ્ન રહી શકશે.
કચ્છી લોહાણા સમુદાય મહેનતું અને સાહસિક ભાવના માટે જાણીતો છે. જે સમગ્ર વિશ્વભરમાં આજે વસવાટ કરતો થયો છે. અગાઉ પાં...

